એસટી અનામતના લાભો પુન : શરૂ કરવા અતિત દશનામ ગોસ્વામી સમાજની માગ

0
31

અનામતમાંથી દશનામ ગોસ્વામી સમાજની બાદબાકી કરાતા વિકાસ રૂંધાયો
સુરત, તા. ૧૮
વિચરિત અને વિમુકત જાતિઅો બાવા વૈરાગી, ગોસાઈ, ગોસ્વામી, ગુસાઈ, અતિત, નાથબાવા-જાગી, રામાનંદી, માર્ગી વગેરે જાતિઓને. અનુસૂચિત જનજાતિ એસ.ટી. સમકક્ષ અનામત બંધ કરેલ લાભો ચાલુ કરવા બાબતે. ઉપરાંત ગુજરાત રાજ્યના સાધુ સંતો, મહંતો અને બ્રાહ્મણોને રાજાશાહી વખતથી મંદિરો, મઠો, જાગીરીમાં મળેલ ખેતીની જમીનો રેગ્યુલર કરી માલિકી હક્કો તેમજ ખેડૂત હક્કો આપવા બાબતે.
સમસ્ત અતિત દશનાથ ગોસ્વામી સમાજ દ્વારા સુરત જિલ્લા કલેક્ટર મારફતે સુરત જિલ્લા કલેક્ટર મારફતે ગુજરાતના મુખ્યમંત્રી સમક્ષ માગણી ગુજારવામાં આવી છે. કલેક્ટરને પાઠવાયેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે, રાજ્ય સરકારે વિચરિત અને વિમુકત જાતિઓ પૈકીની બાવા, વૈરાગી ગોસાઈ, ગોસ્વામી, ગુસાઈ, અતિત, નાથબાવા-જાગી, રામાનંદી, માર્ગી ગેરે જાતિઓને એસ.સી., એસ.ટી કરતા પણ વધારે પછાત ગણેલ છે. તે રીતે અનામત બંધારણીય અધિકારી છે. સરકારના પોતાના ઠરાવો, સરકારે નિમેલ કમિશનોના અહેવાલની જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને વર્ષ-૨૦૦૧થી રાજ્યમાં વસવાટ કરતી બાવા વૈરાગી, ગોસાઈ, ગોસ્વામી, ગુસાઈ, અતિïત રામાનંદી, માર્ગી વગેરે જાતિઓને અનુ. સૂચિત જનજાતિ (એસ.ટી.) સમકક્ષ આપવામાં આવતા અનામતના લાભો બંધ કરેલા છે. પરિણામે આ જાતિઓનો વિકાસ રૂંધાયો છે. અનામતના લાભો તાત્કાલિક અસરથી ફરીથી ચાલુ કરવા દશનામ ગોસ્વામી સમાજની રાજ્ય સરકારને નમ્ર વિનંતી છે.
વર્ષ ૧૯૨૮મા નિમાયેલ મિ. સ્ટાર્ટ કમિશને તેના અહેવાલમાં બાવા વૈરાગી, ગોસવાઈ, ગોસ્વામી, ગુસાઈ, અતિત, નાથબાવા-જાગી, રામાનંદી, માર્ગી સહિત વિચરિત અને વિમુકત ૪૦ જાતિઓને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કરતા પણ વધારે પછાત ગણી છે અને તેથી આ જાતિઓના વિકાસ માટેયોજનાઓ કરવી જોઈએ તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
વર્ષ ૧૯૬૦માં ગુજરાત રાજ્ય મહારાષ્ટ્રથી અલગ થતાં રી ઓર્ગેનાઈઝેશન એકટ અમલમાં આવતા મહારાષ્ટ્રસરકારમા પ્રજાને જે સવલતો લાભો મળતા હતા તે સવલતો અને લાભો આપવાનો અમલ ગુજરાત સરકાર કરશે તેવું સ્વીકારાયેલ છે. મહારાષ્ટ્ર રાજ્યમાં આજે પણ વસતિના ધોરણે શૈક્ષણિક અકુમ વ્યવસાયિક ક્ષેત્રે વિચરિત અને વિમુકત જાતિઓને ૪ ટકા અનામત અલગથી આપવામાં આવે છે. તે પણ આવેદનપત્રમાં જણાવાયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY