રૂ. ૪.૧૯ લાખનો મુદ્દામાલ જપ્ત ઃ એકની ધરપકડ
કડોદરા, તા. ૧૮
પલસાણા તાલુકાના અંત્રોલી ગામની સીમમાંઆવેલ તળાવની સામે ઝાડી ઝાખરીમાંથી કડોદરા પોલીસ સ્ટાફે દારૂના જથ્થા સાથે બે બુટલેગર યુવકોની ધરપકડ કરી હતી. પોલીસે દારૂના જથ્થા સહિત ૪.૧૪ લાખનો મુદ્દામાલ કબજે કરી ૫ જણાને વોન્ટેડ જાહેર કરીને વધુ તપાસની હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર વી.એન. તડવી પોલીસ સ્ટાફ સહિત કડોદરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી રાહે બાતમી મળી હતી કે ભુરી ફળિયાનો રહેવાસી અને કડોદરા જીઆઈડીસી પોલીસ મથકનો વોન્ટેડર ઈશ્વર રમેશ વાસફોડીïયાએ વિદેશી દારૂનો જથ્થો અંત્રોલી ગામની સીમમાં આવેલ તળાવની સામે ઝાડી ઝાખરીમાં છુપાવેલો છે જે બાતમીના આધારે ગઈકાલે સાંજે વર્ણનવાળી જગ્યાની આસપાસકડોદરા પોલીસ સ્ટાફ વોચમાં હતી ત્યારે ઝાડી ઝાંખરીમાંથી દારૂની પેટીઓ લેવા માટે આવેલા લક્ષ્મણ અંકુશભાઈ નવલે ઉ.વ. ૨૧ રહે ભુરી ફળિયા ચેતન રમેશભાઈ રાઠોડ ઉ.વ. ૧૯ને દારૂનો જથ્થો કાઢતી વખતે તેઓની ધરપકડ કરી છે. પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂની જુદા જુદા બ્રાન્ડની વ્હીસ્કીની બાટલી નંગ-૩૭૪૪ કિ. રૂ. ૩,૭૪,૪૦૦ તથા સુઝુકી કંપનીની એકસેસ ૧૨૫ સીસી મોટર સાઈકલ જેનો નંબર જીજે-૧૯-એ-કયુ ૪૭૯૯ કિ. રૂ. ૪૦,૦૦૦ મળી કુલ્લે કિ. રૂ. ૪,૧૪,૪૦૦નો મુદ્દામાલ કબજે કરી વોન્ટેડ લીસ્ટટેડ બુટલેગર ઈશ્વર રમેશ વાસફોડીયા રહે. અંત્રોલી ભુરી ફળીયા, પ્રકાશ વાંસફોડીયા રહે. મંગોલી ભુરી ફળિયા રોહિત દિનેશભાઈ વાસફોડીયાનાઓને વોન્ટેડ જાહેર કરી તેઅોને પકડી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



