૧૦૮ના કર્મચારીને સલામ… ફ્લેશ લાઈટથી પ્રસૂતિ કરાવી

0
8

સુરત,તા.૧૩
ઉધનામાં આવેલા હરિનગરમાં ૧૦૮ના કર્મચારીએ ફ્લેશ લાઈટથી પ્રસૂતિ કરાવી પ્રશંસનીય કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પ્રસુતિ બાદ નવજાત બાળક અને માતાને પ્રાથમિક સારવાર આપી ૧૫ જ મિનિટમાં હોસ્પિટલ પહોંચાડાયા હતા. પરિવારે પણ આવી લાઈવ ક્રિટિકલ પ્રસુતિ જાઈ ૧૦૮ના કર્મચારી અને સેવાનો આભાર માન્યો હતો.
વિશાલ પડસાલા (ઈએમટી, ૧૦૮) એ જણાવ્યું હતું કે, તારીખ ૧૩-૧૨-૧૯ના રોજ ગુરૂવારની વહેલી સવારના ૦૨ઃ૦૧ કલાકે હરિ નગર લોકેશનની ૧૦૮ એમ્બ્યુલન્સને ઘરમાં પ્રસુતિનો કેસ હોવાનો કોલ મળ્યો હતો. જેને લઈ તેઓ પાઇલોટ સાથે સ્થળ પર પહોંચતા એક ઝુંપડાની અંદર પ્રસૂતા જમીન ઉપર તડફડી રહી હતી. ઘરમાં લાઇટ પણ ન હોવાથી તાત્કાલિક મોબાઇલની ફ્લેશ લાઇટથી તપાસ કરતા બાળકનું માથું પ્રસુતિ માર્ગમાં ફસાયેલું જાવા મળ્યું હતું. સાથે સાથે બાળકના ગળામાં ૨ રાઉન્ડ ગર્ભનાળ વીંટળાયેલી હતી.
વધુમાં જણાવ્યું હતું કે, આવા ક્રિટિકલ સંજાગોમાં મળેલી સ્પેશિયલ ટ્રેનિંગનો અનુભવ કામ આવ્યો હતો. ગર્ભનાળને કોર્ડ ક્લેમપ કરી અને નાઈફથી કટિંગ કરી માતાને સ્થળ પર જ નોર્મલ ડિલીવરી કરાવી હતી. જાકે બાળકને શ્વાસ લેવામાં તકલીફ થતાં અને હ્રદયના ધબકારા ઘટી જવાથી તાત્કાલિક સીપીઆર તેમજ બીવીએમ +O2 આપીને બાળકને નોર્મલ કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ માતા અને બાળકને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સમાં લઈને હોસ્પિટલ રવાના થયા હતા. પરંતુ બાળકનું બોડી તેમરેચર ઘટી જતાં ૧૦૮ એમ્બ્યુલન્સની હેલોજન લેમ્પ નીચે રાખીને બાળકના શરીરનું તાપમાન નોર્મલ કર્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY