રસ્તામાં ચુલા પર રોટલા બનાવી મહિલાઓએ કર્યો ગેસના ભાવવધારાનો વિરોધ

0
4

જસદણ,તા.૧૩
જસદણ પેટા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકારણમાં ગરમાવો જાવા મળી રહ્યો છે. જસદણ કોંગ્રેસના મહિલા કાર્યકરોએ આજે ભાજપ સરકાર વિરોધ અને મોંઘવારીના મારને લઇને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં રસ્તા વચ્ચે ચુલો સળગાવી રોટલા કર્યા હતા અને સરકાર વિરોધી આક્ષેપો કરી છાજીયા લીધા હતા. જેમાં ૫૦ જેટલી મહિલાઓ જાડાઇ હતી.
ભાજપ સરકારના મંત્રી કુવરજી બાવળિયા જસદણ બેઠક પરથી પેટા ચૂંટણી લડી રહ્યાં છે. આજે કોંગ્રેસની મહિલા દ્વારા વધતા ગેસના ભાવ અને મોંઘવારીના મુદ્દે ગૃહિણીના બજેટ ખોરવી નાખ્યાના આક્ષેપ સાથે રસ્તા વચ્ચે ચુલો સળગાવી રોટલા કર્યા હતા. ભાજપની સરકાર હાય હાયના નારા લગાવી છાજીયા લીધા હતા. મોદી સરકારે ચુલો સળગાવો મુશ્કેલ કર્યો છે. ગેસના ભાવના સતત વધતા ભાવે બજેટ વીખી નાખ્યાના મહિલાઓએ આક્ષેપો કર્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY