મારા કહેવાથી જ ઍરસ્ટ્રાઈક કરાઈ : પવારનો દાવો

0
6

મુંબઇ,તા.૧૮
પુલવામા હુમલામાં ૪૦ જવાનો શહીદ થયા તે બાદ ભારતે વળતો પ્રહાર કરતા પાકિસ્તાનના બાલાકોટમાં ઍર સ્ટ્રાઈક કરી આતંકવાદી અડ્ડાઓને ધ્વસ્ત કર્યા હતા ત્યારે આ અંગેની સલાહ પોતે આપી હોવાનું એનસીપી ચીફ અને ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન શરદ પવારે જણાવ્યું હતું. શિરુર ખાતે સ્થાનિક લોકસભા ઉમેદવાર અમોલ કોલ્હે માટે પ્રચાર કરતા પવાર બોલ્યા હતા કે હુમલા બાદ સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી અને સંરક્ષણ પ્રધાન તરીકે મને શું કરવું તેમ પૂછવામાં આવ્યું હતું ત્યારે મેં લશ્કરને છૂટ્ટો દોર આપવાની અને ત્રાસવાદી અડ્ડાઓ ધ્વસ્ત કરવાની સલાહ આપી હતી. ઍર સ્ટ્રાઈકનો શ્રેય ભાજપ લેતો હોય તેવી દલીલ વારંવાર કરવામાં આવે છે ત્યારે પવારે આ ચોંકાવનારી વાત કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY