સુરત, તા.૧૯
ગત તા.૧૬-૩-૨૦૧૯ના રોજ ગુજરાત રાજ્ય ઓટો રિક્ષા ફેડરેશનનાં પ્રમુખ અને વર્ષોથી હાથ લારી ગલ્લા અને ઓટો રિક્ષા ચાલકોનાં ન્યાયિક પ્રશ્નો બાબતે લડતા સક્રિય સામાજિક અને લડાયક કાર્યકર્તા જશુભાઈ જે. બારોટ દેવલોક પામેલ છે. ગુજરાત રાજ્ય ઓટો રિક્ષા ફેડરેશનના ઉપપ્રમુખ તેમજ સુરત શહેર જિલ્લા ઓટો રિક્ષા ફેડરેશનના પ્રમુખ તેમજ ગુજરાતના લાખો રિક્ષા ચાલકો દુઃખ ભરી લાગણી વ્યક્ત કરે છે. સદ્ગતની પ્રાર્થના સભા તા.૨૨-૩-૨૦૧૯ના રોજ સવારે ૮.૦૦ કલાકે સુરત ઓલપાડ ચોર્યાસી કડવા પાટીદાર સમાજ અમીધારાવાડી, બાબા સાહેબ દેવરશ રોડ, ન્યુ રાંદેર રોડ સુરત ખાતે યોજવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




