ખાનગી-મકાન કે મિલકત ઉપર સ્વૈચ્છિક લેખિત પરવાનગી વગર ચૂંટણી પ્રચારનું સાહિત્ય ચોંટાડી શકાશે નહિં

0
56

વડોદરા તા. ૧૬ માર્ચ, ૨૦૧૯ (શનિવાર)                લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯નો કાર્યક્રમ જાહેર થયેલ છે. ભારતના ચૂંટણીપંચના તા.૦૭/૧૦/૨૦૦૮ના પત્ર ક્રમાંક:નંબર ૩/૭/૨૦૦૮ જેએસ-૨ થી ખાનગી મિલક્તોને ચૂંટણી પ્રચારના સાહિત્યથી વિકૃત થતી અટકાવવા સંબંધે સુચનાઓ બહાર પાડેલ છે. જે મુજબ ખાનગી મિલકત તેના માલિક/કબજો ધરાવનારને સ્વૈચ્છિક લેખિત પરવાનગી વગર ઉપયોગમાં લેવા હેઠળ પ્રતિબંધ ફરમાવવાનું મુકત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી થાય તે માટે જરૂરી જણાય છે.

જિલ્લા મેજિસ્ટ્રેટ શાલિની અગ્રવાલ વડોદરા શહેર ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૩૩(૧)(ડ)(બી) અન્વયે તેમને મળેલ અધિકારની રૂએ જણાવ્યું છે કે, કબજો ધરાવનારની લેખિત સ્વૈચ્છિક પરવાનગી મેળવી અલ્પકાલિન અને સરળતાથી ફેરવી શકાય તેવી જાહેરાતની સાધન સામગ્રી જેવી કે ધ્વજ, બેનર્સ વગેરે ખાનગી મકાનો, મિલકતો પર મૂકવા માટે જે તે મકાન/મિલકતના માલિકની અગાઉથી સ્વેચ્છાએ આપેલ પરવાનગી મેળવેલી હોવી જોઇએ અને તે પરવાનગી કોઇ દબાણ અથવા બળજબરીથી લીધેલ હોવી જોઇએ નહી. આવા બેનર્સ અથવા ધ્વજ બીજાઓ માટે ઉપદ્રવરૂપ ન બનવા જોઇએ. મતલબ કે રાહદારીઓ વાહન-ચાલકો વગેરે અકસ્માતનો ભોગ ન બને તેવી જગ્યાએ જ પ્રદર્શિત કરાવી શકાશે. આ સંબંધે લેખિતમાં મેળવેલી સ્વૈચ્છિક પરવાનગીની ફોટો કોપી આ સાથેના નિયત નમૂના (પરિશિષ્ટ-૨)માં ત્રણ દિવસની અંદર સંબંધકર્તા ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીને રજૂ કરશે. આવી બાબતમાં પત્રકમાં આ હેતુ માટે કરેલ અથવા કરવાના થતા ખર્ચ સાથે જેની પાસેથી પરવાનગી મેળવી હોય તે મિલકતના માલિકનું નામ અને સરનામું સ્પષ્ટ રીતે દર્શાવવું. આવા લખાણ/નિદર્શનમાં કંઇપણ ઉશ્કેરણીજનક અથવા કોમો વચ્ચે ઉશ્કેરણી થાય તેવું કોઇપણ હોય તો તે માન્ય રાખવામાં આવશે નહીં અને આવા વાંધાજનક લખાણ/નિદર્શન સંબંધકર્તા ઉમેદવારના ખર્ચે દૂર કરવાની કાર્યવાહીને પાત્ર થશે.

દિવાલ પર લખાણ કરી શકશે નહી, પોસ્ટર ચોંટાડી શકશે નહી અને આના જેવા જ અન્ય કાયમી/હંગામી નુકશાન જે સરળતાથી કાઢી શકાય તેમ ન હોય તેવું કરી શકશે નહી.

આ હુકમ તા.૨૦/૧૨/૨૦૧૭ સુધી અમલમાં રહેશે. ૧૮૮ તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧(બી)(1) મુજબ શિક્ષાને પાત્ર થશે.

આ હુકમ વડોદરા શહેર પોલીસ કમિશનની હકુમત હેઠળના સમગ્ર વિસ્તારને લાગુ પડશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY