સુરત, તા.૧૯
ધી સધર્ન ગુજરાત ચેમ્બર અોફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે ચેમ્બરની મેનેજિંગ કમિટીની આગામી બે વર્ષ માટેની મુદ્દત માટે કોઈપણ વિભાગમાં ચૂંટણી કરવાની રહેતી નથી.
ધી સધર્ન ગુજરાત ચેમ્બર અોફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની વર્ષ ૨૦૧૯-૨૦૨૦ની મેનેજિંગ કમિટી માટે પ્લેટિનમ વિભાગ, ચીફ પેટ્રન વિભાગ, પેટ્રન વિભાગ, આજીવન વિભાગ અને રિજીયનલ વિભાગમાં ખાલી પડેલી જગ્યા જેટલા જ ઉમેદવારો બાકી રહેતા હોવાથી આ વિભાગોમાં ચૂંટણી કરવાની રહેતી નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




