સુરત, તા.૧૯
કામરેજ તાલુકાના નવાગામ અને ખોલવડ ખાતે વરલી મટકા તથા તીન પત્તીનો જુગાર રમાડતા અડ્ડાઓ પર પોલીસે દરોડા પાડી નવાગામ ખાતેથી ૧.૬૮ લાખ તથા ખોલવડ ખાતેથી ૬૭ હજારનો મુદ્દામાલ પકડી પાડી કુલ ૭ જુગારીઓની ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કામરેજ ગામના માહ્નાવંશી ફળીયામાં જીતુભાઈ કાંતિભાઈ માહ્નાવંશી રહે છે. નવાગામ ખાતે ઉમા મંગલ રોડની બાજુમાં તેઓ મુંબઈથી ચાલતા વરલી મટકા પર ચાલતા જુગાર રમાડતા હતા. પોલીસે દરોડા પાડી ૧૩૧૦૦ રોકડા, મોબાઈલ ફોન, ઓટો રિક્ષા મળી કુલ રૂ.૧.૬૮ લાખનો મુદ્દામાલ કબજે લઈ જીતુભાઈની ધરપકડ કરી હતી. જ્યારે કામરેજ ખોલવડ અકબરની વાડી પાસે હુસૈન સૈયદ, મહેમૂદ ઉસ્માન ફકીર, કલીમ ફકીર મોહંમદ, ફિરોઝ કડીવાળા, યુનુસ ગુરૂ મહંમદ તથા ઉકાભાઈ વગેરેઓ તીન પત્તીનો હાર જીતનો જુગાર રમતા હતા. ત્યારે પોલીસે દરોડા પાડી ૪૧૭૦૦ રોકડા, ૪ નંગ મોબાઈલ ફોન મળી કુલ ૬૭૭૦૦નો મુદ્દામાલ કબજે કરી તમામની ધરપકડ કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



