લીંબાયતમાં આઠ વર્ષની છોકરીનો પીછો કરતા છોકરા સામે ફરિયાદ

0
11

માતાએ ફરિયાદ કરતા પોસ્કો એક્ટ મુજબનો ગુનો દાખલ
સુરત, તા.૧૯
આઠ વર્ષની છોકરીનો પીછો કરી ઈશારા કરનાર છોકરા વિરૂદ્ધ છોકરીની માતાએ લીંબાયત પોલીસ મથકે ફરિયાદ નોîધાવી હતી.
લીંબાયત પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ લીંબાયત મહાપ્રભુનગર અનિલભાઈના મકાનમાં રહેતો મોહન બિલારામ બિહારી નામનો છોકરો મહોલ્લામાં રમતી આઠ વર્ષની છોકરીનો વારંવાર પીછો કરી ઈશારા કરતો હતો. આ અંગે છોકરીએ પોતાની માતાને વાત કરી હતી. જેથી દિકરી સાથે માતા તપાસ કરવા નીકળ્યા હતા અને ફરિયાદીની છોકરીએ આરોપી છોકરા તરફ ઈશારો કરીને જણાવ્યું હતું કે મમ્મી આ છોકરો મારો પીછો કરી મારી સામે જોયા કરે છે અને ઈશારા કરે છે. ત્યારબાદ છોકરીની માતાએ આરોપી છોકરા વિરૂદ્ધ લીંબાયત પોલીસ મથકે ફરિયાદ નોધાવતા પોલીસે પોક્સો એક્ટ અન્વયે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY