નવાગામનો યુવકર સગીર વયની છોકરીને ઉઠાવી ગયો
સુરત, તા.૧૯
કામરેજ વાવ ખાતે રહેતી એક પરિવારની સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી જવાના મામલે આરોપી સામે પોક્સોનો ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનો બનાવ કામરેજ પોલીસ મથકમાં નોધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કામરેજ તાલુકાના વાવ ખાતે એક પરિવાર રહે છે. તેઅો વેપાર ધંધા સાથે સંકળાયેલા છે. મૂળ જૂનાગઢ જિલ્લાના બીલવા તાલુકાના વતની અને હાલમાં નવાગામ ખાતે રહેતા નિલેશભાઈ ભીખાભાઈ ચાવડાએ વાવ ખાતે રહેતી સગીરાને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી ગત તા.૨૪મી ફેબ્રુઆરીના રોજ વાલીના કબજામાંથી અપહરણ કરી ફરાર થઈ ગયો હતો. સગીરાની માતાએ કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા પોલીસે અપહરણ અને પોક્સોનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. જાકે પરિવારે આગળ પાછળ તપાસ કરતા સગીર પુત્રી મળી ન આવતા તેમણે કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોîધાવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




