એમ્બ્રોયડરી કારખાનેદારને બ્લેકમેઈલ કરનાર મહિલા સહિત ત્રણની ધરપકડ

0
8

કારખાનેદારને હનીટ્રેપમાં ફસાવી ટોળકીએ લૂંટી લીધો હતો
સુરત, તા.૨૦
કાપોદ્રાના એમ્બ્રોયડરી કારખાનેદારની હનીટ્રેપ ગોઠવી રૂ.૧.૪૧ લાખ પડાવી લઈ બિભત્સ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઈલ કરનાર ટોળકી સામે કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
કાપોદ્રા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મૂળ અમરેલી બગસરાના વતની અને હાલ સીમાડા ગામ સુવિધા રો હાઉસમાં રહેતા એમ્બ્રોડરી કારખાનેદાર સતીષ બાબુ બરવાળીયાએ આરોપી વિજય દિલીપભાઈ બારૈયા, ઓમકાર ગોસ્વામી, જયશ્રી ઉર્ફે ગુડ્ડી તથા અન્ય બે અજાણ્યા વ્યક્તિ વિરૂદ્ધ ફરિયાદ નોîધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં ફરિયાદીનો બિભત્સ વીડિયો ઉતારી બ્લેકમેઈલ કરી રૂ. પાંચ લાખની માંગણી કરી હિચકાના કડાથી માર મારી રૂ.૪૫ હજારની સોનાની ચેન ઝુંટવી લઈ રોકડા રૂ.૨૬૦૦૦ અને એટીએમ કાર્ડ છીનવી રૂ.૭૦ હજાર ઉપાડી લઈ કુલ રૂ.૧,૪૧૦૦૦ બળજબરીથી લઈ જઈ બીજા રૂપિયાની માંગણી કરી બદનામ કરવાની ધમકી આપી હતી. કાપોદ્રા પોલીસે સતીષભાઈ બરવાળીયાની ફરિયાદ નોંધી આરોપીઓને છટકુ ગોઠવી એક મહિલા સહિત કુલ ત્રણ આરોપીઓને પકડી પાડ્યા હતા.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY