કિશોરીના ઘર સામે સલુનમાં નોકરી કરતા યુવકે આચરેલુ દુષ્કૃત્ય
સુરત, તા.૨૦
સગીર વયની યુવતીને પ્રેમજાળમાં ફસાવી બદનામ કરવાની ધમકી આપી ચાર વખત બળાત્કાર ગુજાર્યાની ઘટના અમરોલી પોલીસ મથકે નોîધાઈ હતી.
અમરોલી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ડીંડોલીમાં રહેતો અમીત આહિરે નામનો યુવક મોટા વરાછા ખાતે સલુનમાં નોકરી કરતો હતો. દુકાનની સામેની સોસાયટીમાં રહેતી ૧૬ વર્ષીય યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. આ બનાવની ફરિયાદીની ભત્રીજી થાય છે. ફરિયાદી મુંબઈ કામ અર્થે ગયા હતા, ત્યારે આરોપી અમિત આહિરે રાત્રિના સમયે ઘરમાં ઘુસી ફરિયાદીની ભત્રીજીને બુમ મારશે તો તને અને તારા ભાઈને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી બળજબરીથી અવાર નવાર ચાર વખત બળાત્કાર ગુજાર્યો હતો અને આ બાબતે કોઈને કહશે તો સમાજમાં બદનામ કરવાની ધમકી આપી હતી. અમરોલી પોલીસે પોસ્કો એક્ટ અન્વયે ગુનો નોîધી પો.ઈ. ડી.એસ. કોરાટે તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



