રૂ.૨.૯૩ લાખના મુદ્દામાલ સાથે ત્રણની ધરપકડ
સુરત, તા.૨૦
લસકાણામાં બનાવટી ગુટખાનું કારખાનું સરથામા પોલીસે ઝડપી પાડ્યું હતું. પોલીસે રૂ.૨.૯૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ જણાંની ધરપકડ કરી હતી.
સરથાણા પોલીસે લસકાણા ડાયમંડ નગર અમૃત ઉદ્યોગનગર ખાતા નં.૧૫૮ ત્રીજા માળે ભરતભાઈના કારખાનામાં દરોડા પાડ્યા હતા. આરોપી ધર્મેશ નરેશ ખૂંટ, અમીત હિંમત ઝાલાવડીયા, પિયુષકુમાર દેવચંદભાઈ ગોîડલીયાએ ડુપ્લીકેટ પાનમસાલાને અસલ તરીકે બજારમાં વેચવા માટે કારખાનું ઊભુ કરી વિમલ પાનમસાલા બનાવી ખરા તરીકે બજારમાં વેચાણ કરી કંપનીને આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું. સરથાણા પોલીસે મટરીયલ્સ, સાધન સામગ્રી મળી કુલ રૂ.૨,૯૩,૭૦૦નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



