સુરત, તા.૨૦
માંડવી તાલુકાના તોતાપુર ગામ ખાતે આવેલા ખેતરોમાં ઊભા કરેલા હાઈટેન્શન ટાવર પરથી પેન્થર કંડક્ટર વાયર કિંમત રૂ.૨.૬૮ લાખની ચોરી કરી તથા સિંગલ ટેન્શન હાર્ડવેર નંગ-૪ને નુકસાન કરી અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હોવાનો બનાવ માંડવી પોલીસ મથકે નોંધાયો હતો. પોલીસે વિદ્યુત કંપનીના કર્મચારીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કામરેજ ચાર રસ્તા લક્ષ્મી રેસીડેન્સી ખાતે કૈલાશભાઈ કાશીનાથભાઈ ખૈરનાર રહે છે. તેઓ ૨૨૦ કે.વી. વિદ્યુત સબ સ્ટેશનમાં નોકરી કરે છે. તેઓએ માંડવી પોલીસ મથકમાં નોંધાવેલી એક પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, માંડવી તાલુકાના તોતાપુર ગામ ખાતે આવેલા ખેતરોમાં ઊભા કરેલા વિદ્યુત હાઈટેન્શન ટાવરો પરથી એસીએસઆર પેન્થર કંડક્ટર ૧૯૭૫ કિલોમીટર વાયર કિંમત રૂ.૨.૬૮ લાખની ચોરી કરી અજાણ્યા તસ્કરો ફરાર થઈ ગયા હતા. માંડવી પોલીસે આઈપીસી ૩૭૯ તથા ૪૨૭ મુજબનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે વીજ કંપનીના અધિકારી કૈલાશ ખૈરનારનું નિવેદન નોંધવાના ચક્રોગતિમાન કર્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




