કવાસ એનટીપીસી ભારતમાં સૌપ્રથમ ફ્લોટિંગ સોલાર પાવર કવાસમાં વીજ ઉત્પન્ન કરશે

0
29

લેન્ડ બેઝ સોલાર પ્રોજેક્ટ આગામી એપ્રિલ માસથી વિજળીનું ઉત્પાદન કરશે
સુરત, તા.૨૦
એન.ટી.પી.સી. કવાસના જનરલ મેનેજર દેબાશિષ દાસે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે એન.ટી.પી.સી. કવાસ ચાલુ વર્ષે ૩ નવા પ્રકલ્પો શ\ કરવા જઈ રહ્યું છે. ભારતનું પ્રથમ ફ્લોટિંગ સોલાર પાવર સ્ટેશન એન.ટી.પી.સી. કવાસમાં એપ્રિલથી વીજ ઉત્પાદન શરુ કરશે. તે ઉપરાંત એન.ટી.પી.સી. કવાસમાં ઓટો વોલ્ટિંગ ૪૦ મેગાવોટ લેન્ડબેઝ સોલાર પાવર પ્લાન્ટનું કામ પણ શ\ થશે. ફ્લોટિંગ સોલાર પાવર સ્ટેશન થકી ૧ મેગાવોટ વિજળીનું ઉત્પાદન કરાશે. આ પાવર સ્ટેશન પાણીની અંદર ઊભુ કરવામાં આવશે. અત્યારે કરાર મુજબ સુરત મનપાએ ૧૫ એમ.જી.ડી. પાણી પુરવઠો મેળવવાનો હકદાર છે. પરંતુ કંપની અત્યારે માત્ર ૨ એમ.જી.ડી. પાણીનો વપરાશ કરે છે. કંપની જે પાણીનો વપરાશ કરે છે તેને ફરી રિસાઈકલ કરી ઉપયોગમાં લેશે. હજીરામાં કંપની ઝીરો ડિસ્ચાર્જ પ્લાન્ટ ધરાવે છે.
કવાસમાં અત્યાર સુધીમાં તમામ પ્રોજેક્ટ ગેસ આધારિત ચાલી રહ્યા છે જ્યાં ૬૫૬ મેગાવોટ વિજળી ઉત્પાદન કરવાની ક્ષમતા છે. પાણીની બચત માટે કંપનીએ કેટલાક માપદંડ નક્કી કર્યા છે. એવી જ રીતે કંપની નવો ૪૦ મેગાવોટનો લેન્ડબેઝ પાવર પ્લાન્ટ ચાલુ વર્ષે શ\ કરવા જઈ રહ્યું છે. એન.ટી.પી.સી. ૫૩,૧૬૭ મેગાવોટ વિજળીનું ઉત્પાદન કરે છે તેના ૨૦ કોલસા આધારિત ૭ ગેસ આધારિત, ૧ હાઈડ્રોપાવર, ૧ વીંડ પાવર, ૧૧ સોલાર પાવન સ્ટેશન ધરાવે છે. તથા ૯ જાઈન્ટ વેન્ચર પાવર પ્લાન્ટ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY