સુરત, તા. ૬
આજે સવારે વેસુથી પાંડેસરા પીયૂષ પોઈન્ટ થઈ સગરામપુરા ક્ષેત્રપાળ મંદિર સુધી સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે ૬ કલાકે યાત્રા શરૂ થાય તે પહેલાં જ સ્થળ ઉપર પોલીસ પહોચી જઈ સ્વયંસેવકોની અટકાયત કરી હતી.
આજે ૬ ડિસેમ્બર બાબરી મસ્જિદ ધ્વંસ દિવસને રાખેલ ભારતીય હિન્દુ યુવા મોરચા દ્વારા શૌર્ય દિવસ તરીકે ઉજવે છે તે નિમિત્તે શહેરના વેસુ ફોર પોઈન્ટ એપાર્ટમેન્ટથી પાંડેસરા પીયૂષ પોઈન્ટ થઈને સગરામપુરા ક્ષેત્રપાળ મંદિર સુધી સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આશરે ૧૦ કિલોમીટર લાંબી આ યાત્રા
આભાર – નિહારીકા રવિયા દરમિયાન ૫૦૦થી વધુ કાર્યકર્તાઅો સ્વયંસેવકો જાડાવાના હતા. યાત્રા પૂર્ણ થયા બાદ કાર્યકર્તાઅો રામંદિરના નિર્માણ માટે ઘરોઘરથી એક-બે ઈંટ ઉઘરાવવાના હતા. આજે ૬ ડિસેમ્બર બાબરી મસ્જિદ ધ્વંસ દિવસ નિમિત્તે શહેરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સવારે ૬ કલાકે વેસુ ખાતે કાર્યકર્તા ભેગા થઇ રેલીની શરૂઆત કરે તે પહેલાં જ ઉમરા પોલીસે સ્થળ પરથી સ્વયંસેવકોની અટકાયત કરી હતી તા દરમિયાન પાંડેસરા પીયૂષ પોઈન્ટ ખાતે પણ કાર્યકર્તાઅો ભેગા થયા હતા અને રેલી કાઢે તે પહેલાં જ પાંડેસરા પોલીસે અટકાયત કરી હતી. આમ સ્વાભિમાન યાત્રા નીકળે તે પહેલાં જ શહેર પોલીસ દ્વારા સ્વયંસેવકોની અટકાયત કરવામાં આવીï. પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



