ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચના દ્રારા ઘરફોડ ચોરી કરતા બે રીઢા ચોરો ને ઝડપી પાડ્યા છે.

0
1582

મોબાઈલ સહિત ૧૭ હજાર નો મુદ્દામાલ કબ્જે કર્યો.

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક સંદીપ સિંહની સુચના અને ભરૂચ એલ.સી.બી ના પી.આઈ સુનિલ તરડેના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ એ.એસ.ચૌહાણ અને પી.એસ.આઈ વાય.જી.ઇસરાણી તથા સ્ટાફ ના માણસો અંકલેશ્વર વિસ્તાર માં મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા પેટ્રોલીંગ માં હતા.તે દરમ્યાન બાતમીદાર થી બાતમી મળેલ કે અંકલેશ્વર જી.આઈ.ડી.સી માં જલધારા ચોકડી પાસે થી શિવમ પાંડે ઉ.વ ૨૦ રહે,મંગલદીપ સોસાયટી, મૂળ.ઉત્તરપ્રદેશ અને સંજય ઉર્ફે બંગાલી દસ ઉ.વ.૨૦ રહે, ભડકોદ્રા નાઓને અલગ અલગ કંપનીના પાંચ મોબાઈલ ફોન તથા ત્રણ ચાંદીની પગની અંગુઠીઓ મળી કુલ ૧૭,૬૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેઓ ને સીઆરપીસી ૪૧ (૧)ડી મુજબ અટકાયત કરવામાં આવી હતી. બંનેવની પુછપરછ કરતા મળી આવે મોબાઈલ ફોન પૈકીના ત્રણ મોબાઈલ તથા ચાંદીની પગની અંગુઠીઓ આશરે છ દિવસ અગાઉ અંકલેશ્વર જી.આઈ.ડી. સીમાં કાપોદ્રા પાટિયા નજીક આવેલ દ્વારકેશ પાર્ક સોસાયટીના એક મકાન માંથી રાત્રીના સમયે મકાનમાં પ્રવેશી ચોરી કરેલ હોવા ની કબુલાત કરતા આ અંગેની ચકાસણી કરતા અંકલેશ્વર
જી.આઇ.ડી.સી પોલીસ મથકમાં ગુનો દાખલ થયેલ હોય જે ગુનો અનડીટેકટ હોય તે ડીટેકટ કરવા માં આવ્યો હતો.વધુ પૂછપરછ કરતા કબ્જે કરવામાં આવેલ મોબાઈલ ફોન પૈકી એક મોબાઈલ બે મહિના અગાઉ ભડકોદ્રા શિવ મંદિરની સામે એક મકાન માંથી ચોરી કરી હોવાની તો બીજો મોબાઈલ એક મહિના અગાઉ પ્રતિન ચોકડી પાસે એક ઈસમના ખિસ્સા માંથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.આ સમગ્ર કામગીરી ભરૂચ એલ.સી. બી ના પી.એસ.આઈ વાય.જી. ઈસરાણી,કે.જે.ધડુક,અને
એ.એસ.ચૌહાણ સહિત મનસુખ કરશન,ચન્દ્રકાન્ત શંકર, જયેન્દ્રસિંહ મહોબ્બતસિંહ તથા દિલીપ યોગેશ અ.હે.કો સહિત ના અ.પો.કે મહેશ બાબુલાલ નાઓ ધ્વારા કરવામાં આવી હતી.ભરૂચ એલ.સી.બી ના હાથે ઝડપાયેલ શિવમ પાંડે અગાઉ અંકલેશ્વર કોર્ટમાં થયેલ ચોરીના ગુનામાં પણ પકડાયેલ હોવાનું તપાસ દરમ્યાન ખુલવા પામ્યું છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY