ભાઠા બોમ્બે કોલોની ખાતે બંધ ઘરમાં ચોરી

0
6

સુરત, તા.૨૨

શહેરના ઇચ્છાપોર વિસ્તારમાં આવેલા ભાઠાગામની બોમ્બે કોલોનીના બંધ ઘરમાં બારીમાંથી ઘુસી અજાણ્યો તસ્કર કુલ રૂ.૧.૬ર લાખ ઉપરાંતની મત્તા ચોરી કરી નાસી છુટ્યો હતો.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પંકજભાઇ કાનજીભાઇ પટેલ ઉ.વ.પ૧ (રહે.ભાઠા ગામ, બોમ્બે કોલોની, એસ્સાર પેટ્રોલ પંપની બાજુમાં, સુરત) ના ઘરમાં ગત તા.૧૯ મી માર્ચના રોજ રાત્રીના સાડા અગિયાર વાગ્યાના સુમારે ઘરની સાઇડની દીવાલે લગાડેલ બારીની ગ્રીલ કોઇ સાધન વડે તોડી ઘરમાં પ્રવેશી કરી રૂમમાં રાખેલ બે કબાટોના તાળા ખોટી કબાટોમાં રાખેલ સોના – ચાંદીના દાગીના કિંમ. રૂ.૭૪,૦૦૦ તથા રોકડા રૂ.૮૮,૦૦૦ મળી કુલ્લે રૂ.૧,૬ર,૦૦૦ના મત્તાની ચોરી કરી નાસી છુટ્યો હતો. પંકજભાઇને બનાવની જાણ થતા તેઓએ ઇચ્છાપોર પોલીસ મથકમાં અજાણ્યા ઇસમ વિરુધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ઇપીકો કલમ ૪૫૪, ૫૪૭, ૩૮૦ મુજબનો ગુનો નોંધી બનાવની વધુ તપાસ પો.સ.ઇ. પી.એમ.દેસાઇ કરી રહ્યાં હોવાનું જાણવા મળે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY