સુરત પોલીસે બિલ્લાને પકડી ભુજ જેલમાં મોકલી દીધો
સુરત, તા.૨૨
સુરત શહેરના વ્હોરા સમાજના અગ્રણી બદરી લેસવાલા પાસેથી ખંડણી વસુલવા માટે તેણી ઉપર હુમલો કરવાની તથા અન્ય કેટલાક બિલ્ડરો પાસેથી બળજબરી પૂર્વક નાણા વસુલવાના ગુનામાં સંડોવાયેલા ઝાંપાબજારના માથાભારે વ્યક્તિ વસીમ ઉર્ફે બિલ્લાની ગઈકાલે પાસા હેઠળ ભુજ જેલ મોકલી અપાયો હતો.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ઝાંપાબજાર તૈયબી મહોલ્લા વિસ્તારમાં રહેતા મોહંમદ વસીમ ઉર્ફે બિલ્લાએ વ્હોરા સમાજના અગ્રણી બદલી લેસવાલા પાસેથી ખંડણી વસુલવા માટે તેમની ઉપર હુમલો કર્યો હતો. સાથે જ વ્હોરા સમાજના બીજા કેટલાક બિલ્ડરો પાસેથી ખંડણી વસુલવા તેમજ તેમના માર મારવાની ધમકી આપવાના બનાવો સલાબતપુરા, અઠવા તેમજ મહિધરપુરા પોલીસ મથકે નોંધાવા પામ્યા હતા. માથાભારે વસીમ ઉર્ફે બિલ્લાના વિરુધ્ધમાં દાખલ થયેલ ગુનાને ધ્યાનમાં રાખી પોલીસ કમિશ્નર પાસા હેઠળ ભુજ જેલ મોકલી આપ્યા હોવાનું જાણવા મળે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



