આરક સિસોદરા ગામની સીમમાં જુગાર રમતા ૧૨ ખેલીઓ પકડાયા

0
10

પોલીસે રૂ.૯.૯૨ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો
સુરત, તા.૨૨

નવસારી જિલ્લાના આરક સિસોદરા ગામની સીમમાં આવેલી આંબાવાડીના ફાર્મ હાઉસમાં ઝાડી ઝાંખરાની આડમાં જુગાર રમતાં ૧ર જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. જેમની પાસેથી સાત મોટર સાઇકલો મળી કુલ રૂ.૯.૯૧ લાખ ઉપરાંતની મત્તા પોલીસે કબજે લીધી હતી.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના કુબેરનગર -૧ વિસ્તારની ગંગોત્રી સોસાયટીમાં રહેતા કાલુભાઇ હિમ્મતભાઇ બલરની માલિકીનું નવસારી રૂરલના આરક સિસોદરા ગામની સીમમાં ફાર્મ હાઉસ આવેલું છે. જેની ચારે બાજુ પતરાના શેડની મદદથી ગ્રીનેટ તથા નાળીયેરી અને ખજુરીના ઝાંખરાની દીવાલ જેવુ બનાવી બંધ શેડમાં કેટલાક ઇસમો જુગાર રમી રહ્યાં હોવાની બાતમીના આધારે નવસારી પોલીસે સ્થળ ઉપર ગતરોજ રાત્રીના સુમારે દરોડો પાડ્યો હતો. જેને પગલે સ્થળ ઉપર જુગાર રમી રહેલા જુગારીઓમા નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે સ્થળ ઉપરથી ૧ર જેટલા જુગારીઓને ઝડપી પાડ્યા હતા. ઉપરાંત સ્થળ ઉપરથી સાત મોટર સાઇકલો સહિત કુલ રૂ.૯.૯૧ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસે ફાર્મ હાઉસના માલિક કાલુભાઇ હિમ્મતભાઇ બલર તથા અમરસિંહ ભગવાનભાઇ સેજલ સહિતનાઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પી.આઇ એલ.કે.પઠાણના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ કે.કે.સુરતીએ આ કામગીરી પૂર્ણ કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY