ભૂતપૂર્વ પ્રેમીના ત્રાસના કારણે પરિણીતાએ કરેલો આપઘાત

0
16

અમરોલીના હર્ષદીપ ઠક્કર સામે ગુનો દાખલ
સુરત, તા.૨૨
બીજે લગ્ન કરનાર યુવતી ઉપર પ્રેમીએ ત્રાસ ગુજારી પરિણીતાના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપતા પરિણીતાએ ઝેરી દવા પી જઈ આત્મહત્યા કરી લીધી હતી.
અમરોલી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અમરોલીની છાપરા ભાઠામાં રહેતો હર્ષદીપ ઉર્ફે કિથન ઠક્કરે ફરિયાદીની દિકરી (ઉ.વ.૧૯)ને ‘તે મારી સાથે લગ્ન નહિ કરી બીજા સાથે લગ્ન કરી લીધા, હવે હું તારા પતિને જીવવા દઈશ નહીં. તેવી ધમકી આપી વારંવાર ત્રાસ ગુજારતા ફરિયાદીની દિકરીએ સાસરીયામાં ઝેરી દવા પી જઈ આત્મહત્યા કરી લીધી હતી. મૃતકના પિતાની ફરિયાદ નોંધી અમરોલી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY