ચોરીના મોબાઈલ, લેપટોપ અને સ્પ્રે સાથે ચોરી કરનાર ઝડપાયો

0
3

ચોરની કબૂલાતના આધારે દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ખુલ્યો
સુરત, તા.૨૩
કડોદરા ગામની સીમમાંથી બાતમીના આધારે કડોદરા પોલીસે ચોરાઉ મોબાઈલ ફોન, લેપટોપ વગેરે વેચવા નીકળેલા આરોપીની ધરપકડ કરી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પો.સ.ઈ. બી.એન. તડવી સહિત પોલીસ સ્ટાફ કડોદરામાં પેટ્રોલિંગમાં હતા. ત્યારે બાતમી મળી હતી કે પરબ તરફનો તુલ્લુ નામનો શખ્સ કડોદરા અકળામુખી હનુમાનજી મંદિરની પાછળ રસ્તા પર તેની પાસેની બેગમાં કેટલાક ચોરીના મોબાઈલ ફોન તથા લેપટોપ વગેરે રાખી સસ્તા ભાવ વેચવા માટે આવનાર છે. જે બાતમીના આધારે કડોદરા પોલીસ સ્ટાફના માણસો ગોઠવાઈ ગયા હતા અને વોચમાં હતા. ત્યારે ચોરીના મોબાઈલ ફોન તથા લેપટોપ સ્પ્રે વગેરેï વેચવા નીકળેલો આરોપી તુલ્લુ મહેશ્વર પ્રધાન રહે. ગુરૂકૃપા સોસાયટી પરબને મુદ્દામાલ સાથે રંગે હાથ
આભાર – નિહારીકા રવિયા ઝડપી પાડ્યો હતો. આરોપીની સઘન પૂછપરછ કરતા આ મોબાઈલ ફોન લેપટોપ સ્પ્રેની બોટલ વગેરે આશરે પાંચ દિવસ પહેલા પરબમાં શ્રી આશાપુરા મોબાઈલ એન્ડ નોવેલ્ટી નામની દુકાનમાંથી રાત્રિના વખતે સાગરીતો સાથે મોબાઈલ ફોન વગેરેની ચોરી કરી લાવેલા હોવાની કબૂલાત કરી હતી. તેમની પાસેથી પોલીસે કુલ રૂ.૧.૬૦ લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY