સુરત, તા.૨૩
કડોદરા-ચલથાણ ગામમાં આવેલા રેલવે ઓવરબ્રીજની નીચેથી પસાર થતી એક કારમાંથી પોલીસે વ્હીસ્કી તથા બીયરની બોટલો મળી કુલ ૪૮૦ નંગ કિંમત રૂ.૪૮૦૦૦નો મુદ્દામાલ કબજે કરી પોલીસને જાઈ વાહન મૂકીને ફરાર થઈ ગયેલા બુટલેગરની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
કડોદરા જીઆઈડીસી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ પોલીસ મથકમાં અનિલભાઈ ગોવિંદભાઈ નોકરી કરે છે. તેઓ ગત દિવસોમાં ચલથામ ગામની સીમમાં આવેલા રેલવે ઓવર બ્રીજની નીચે પેટ્રોલિંગ કરી રહ્ના હતા. ત્યારે એસેન્ટ કાર એમએચ-૦૪-ઈએસ-૪૩૪૫ના ચાલકે પોલીસ પેટ્રોલિંગને જોઇને કાર ઝડપથી હંકારી હતી અને પોલીસે પીછો કરતા બુટલેગર કાર ચાલક કારને ત્યાં જ મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે કારમાંથી વગર પાસ પરમીટની વિદેશી દારૂ અને બીયરની કુલ ૪૮૦ નંગ બોટલો કિંમત રૂ.૪૮ હજારની કબજે કરી હતી. કડોદરા જીઆઈડીસી પોલીસે પ્રોહિબીશન એક્ટ મુજબનો ગુનો નોîધી કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



