એક ભાઈએ બીજા ભાઈને લોખંડના સળીયાથી ફટકાર્યો
સુરત, તા.૨૩
ઉમરપાડા તાલુકાના પાંચા આંબા ગામના ગામીત ફળીયા ખાતે જમીન બાબતના ભાગની અદાવત રાખી સગા ભાઈએ ભાઈ પર લોખંડના સળીયાથી હુમલો કરી શરીરના ભાગે ઈજાઓ પહોચાડી ફરાર થઈ ગયા હોવાનો બનાવ ઉમરપાડા પોલીસ મથકે નોધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઉમરપાડા તાલુકાના પાંચા આંબા ગામના ગામીત ફળીયામાં નવનીતભાઈ ગામીત રહે છે. નવીનભાઈના પિતા ગુરજીભાઈ ગામીત અને સુરજીભાઈ ગામીત બંને સગા ભાઈઓ છે. ગત વર્ષોમાં જમીનના ભાગ બાબતે બંને ભાઈઓનો ઝઘડો થયો હતો. જેની અદાવત રાખી સુરજીભાઈએ નવનીતના પિતા ગુરજીભાઈ પર લોખંડના સળીયા વડે હુમલો કરી ડાબો હાથ તેમજ ડાબા પગે ગંભીર ઈજાઓપહોચાડી ફેક્ચર કરી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત સગાભાઈને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતો. જ્યાં તેમણે ઉમરપાડા પોલીસ મથકમાં ભાઈ વિરૂદ્ધ ફરિયાદ નોધાવતા પોલીસે આઈપીસી ૩૨૩, ૩૨૫, ૫૦૪, ૫૦૬ (૧૨) મુજબનો ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




