દારૂડીયા કાર ચાલકે ફોજદારના પગ પર ગાડીનું વ્હીલ ચડાવી દીધુ

0
7

મક્કાઈ પુલમાં ટોળાને વિખેરવા ગયેલી પોલીસ પર હુમલો
સુરત, તા.૨૫
મક્કાઈપુલના નાકા પર ઝઘડો થઈ રહ્ના હોવાની મળેલી હકીકત બાદ ટોળાને વિખેરવા ગયેલી પોલીસને પીધેલા કાર ચાલકે અડફેટમાં લઈ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી ફરાર થઈ ગયો હોવાનો બનાવ રાંદેર પોલીસ મથકે નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રાંદેર-મક્કાઈપુલ વિસ્તારના નાકા પર ચીસ્તીયા ટી સ્ટોલ પાસે ઝઘડો થઈ રહ્ના હોવાની હકીકત મળતા પીએસઆઈ એ.આર. માડમ, પીએસઆી કે.બી. સોલંકી તતા હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ વિગેરેએ ઘટના સ્થળે દોડી જઈ ટોળાને વિખેરતા હતા. આ દરમ્યાન પીધેલા કાર ચાલક(જીજે-૧૫.એ.ડી. ૮૨૦૭)નું નામ-કામ પૂછતા તેમણે કાર ચાલુ કરી તેમના પગ પર કારનું વ્હીલ ચઢાવી દઈ ઈજાઓ પહોંચાડી ફરાર થઈ ગયો હતો. રાજ્ય સેવક પર કરવામાં આવેલા હુમલામાં પીએસઆઈ માડમે રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી-૩૩૨ ૧૮૬, ૧૧૪ તથા એમ.વી. એક્ટ મુજબનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY