કડોદરાના સરગમ કોમ્પલેક્સ પાસે ગટરના ઉભરાતા પાણીથી ભારે ગંદકી

0
3

૧૫ દિવસથી વ્યાપેલી ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ ફાટી નિકળ્યો
સુરત, તા.૨૫
કડોદરા વિસ્તારમાં અધિકારીઓના પાપે સરગમ કોમ્પલેક્સ પાસે છેલ્લા કેટલાક સમયથી ગંદકીનું સામ્રાજ્યઉભુ થતા રોગચાળો ફાટી નિકળવાની દહેશત ઉભી થઈ છે જેના લીધે સ્થાનિકોમાં રોષ જાવા મળી રહ્ના છે.
આ અંગે મળતી માહિતી અનુસાર કડોદરામાં આવેલ સરગમ કોમ્પલેક્સ પાછળ બ્લોક નં. ૧૬૨માં બિન અધિકૃત રીતે આશરે દશથી પંદર બિલ્ડીંગો ઉભી થઈ ગઈ છે. બિલ્ડરો બાંધકામ કરીને બેસી ગયા છે. તે બીલ્ડીંગની ગટર રોડની ગટર સાથે જોડી  દેવાતા ગટર મારફત ગંદા પાણીનો યોગ્ય નિકાલ નહીં થઈ શકતા સમગ્ર ગંદુ પાણી રોડ પર એકઠુ થાય છે છતાં પણ જવાબદાર અધિકારીઓ આ બાબતે કોઈ પગલા લેતા નથી છેલ્લા પંદર દિવસથી અસહ્ના ગંદકીનું સામ્રાજ્ય ઉભું થયેલ હોય જેના કારણે મચ્છરનો ઉપદ્રવ વધવા પામ્યો છે. જેથી રોગચાળો ફાટી નિકળવાની શક્યતા નકારી શકાય તેમ નથી. આ ગંદકીવાળા સ્થળ પાસેથી સરકારી બાબુઓ દિવસ દરમ્યાન અવર-જવર કરે છે છતાં તસ્દી લેતા નથી. ગંદકી બાબતે સ્થાનિકો સંબંધિત કચેરીએ ફરિયાદ કરે છે તો આ અધિકારીઓ એક બીજાને ખો આપે છે અને આખ આડા કાન કરે છે આથી આ વિસ્તારમાં રહેતા સ્થાનિકો રોષે ભરાયા છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY