મતદાન મથકની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં આદેશોનું પાલન કરવું

0
27

વડોદરા તા. ૨૫ માર્ચ, ૨૦૧૯ (સોમવાર)  લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ જાહેર થયેલ છે. મતદાન તા.૨૩ એપ્રિલ અને મતગણતરી તા.૨૩ મે-૨૦૧૯ના રોજ થશે. કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સુનિશ્ચિત કરવા જિલ્લા મેજિસ્ટ્રેટ શાલિની અગ્રવાલે લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૨૯ તથા ૧૩૦ જોગવાઇ અનુસાર મતદાન મથકમાં કે તેની નજીક પ્રચાર કરવા પ્રતિબંધ ફરમાવ્યો છે.

તા.૨૩ એપ્રિલ-૨૦૧૯ના રોજ મતદાનના દિવસે મતદાન મથકની અંદર તથા મતદાન મથકથી ૧૦૦ મીટરની ત્રિજ્યા વિસ્તારમાં જાહેર કે ખાનગી સ્થળે કોઇપણ વ્યક્તિએ નીચે જણાવેલા  આદેશોનું પાલન કરવું. ચૂંટણીમાં કોઇપણ રીતે કોઇ વ્યક્તિને તેનો મત આપવા કે ન આપવા સમજાવવા નહિ. ચૂંટણીમાં કોઇપણ રીતે કોઇ વ્યક્તિના મતદાનને અસર પહોંચાડવાની કોશિશ કરવી નહિ. મત માટે પ્રચાર કરવો નહિ કે કોઇ મતદારને મત આપવા આગ્રહપૂર્વક વિનંતી કરવી નહિ. અમુક ઉમેદવારને મત ન આપવા માટે કોઇ મતદારને સમજાવવા કે કોઇ મતદારને ચૂંટણીમાં મત ન આપવા સમજાવવા નહિ. ચૂંટણીને લગતી સરકારી નોટિસ સિવાયની કોઇ નોટીસ કે નિશાનીઓ પ્રદર્શિત કરવી નહિ. સેલ્યુલર ફોન, હેન્ડસેટ, વોકીટોકી, કોર્ડલેસ ફોન કે વાયરલેસ સેટ લઈ જઈ શકાશે નહિ. મતદાન મથકના હદ વિસ્તારમાં અધિકૃત્ત સિવાયની વ્યક્તિઓએ પ્રવેશ કરવો નહિ. આદેશોનો ભંગ કરનાર વ્યક્તિ પાસેથી પ્રતિબંધિત સાધનો મળી આવે તો આવા સાધનો જપ્ત કરવામાં આવશે. મતદાન મથકે નિમવામાં આવેલ કર્મચારીઓ પૈકી પ્રિસાઇડીંગ ઓફિસર, ચૂંટણી પંચના નિરીક્ષક, સેકટર ઓફિસર, માઇક્રો સ્ટેટીક ઓબ્ઝર્વર અથવા જિલ્લા ચૂંટણી અધિકારી કે મદદનીશ ચૂંટણી અધિકારીએ નિમેલા અધિકારી મતદાન મથકમાં તેમની વિધિસરની ફરજ દરમિયાન આવા સાધનોનો ઉપયોગ કરી શકશે. હુકમનો ભંગ/ઉલ્લંઘન કરનાર શિક્ષાપાત્ર થશે.          

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY