સુરત,તા.૨૫
કાપોદ્રા વિસ્તારમાં ધુળેટીના દિવસે યુવકની હત્યાના બનાવને પગલે સમાજના લોકો દ્વારા કાપોદ્રા પોલીસ મથકમાં ભેગા થયા હતા. આરોપીઓને કડક સજા થાય તેવી માંગ સાથે વિરોધ કર્યો હતો. અને સમાજના લોકોએ કાપોદ્રા પોલીસ મથકમાં ભેગા થઈ રજુઆત કરી હતી. હાલ આરોપીઓ પોલીસ રિમાન્ડમાં હોવાથી લોકોએ હોબાળો મચાવ્યો હતો.
કાપોદ્રા ક્રિષ્નાનગરમાં રહેતા રત્નકલાકાર રાહુલ ગોવર્ધન ગોંડલિયા (ઉ.વ.૨૨) ધુળેટીની કારખાનામાં રજા હોવાને કારણે તેના મિત્ર રાહુલ દિનેશ ગોરાસવા, આકાશ, વિશાલ, પીયૂષ, કિશોર અને અંકિત સાથે કાપોદ્રા બોમ્બે કોલોનીમાં પિક્ચર જાવા ગયા હતા. પિક્ચર જાઈને રાત્રે સાડા બારેક વાગ્યે ઘરે જતા હતા ત્યારે કાપોદ્રા વિરાટનગર પાસે બાઇકચાલક રાહુલ હસમુખ ગોસ્વામીએ રાહુલ ગોંડલિયાને અડફેટમાં લીધો હતો. જેથી ઝઘડો થયો હતો. જેમાં બાઇકચાલક સહિત ત્રણ જણાએ રાહુલને પકડી ઉપરા છાપરી પેટ અને જમણા હાથના ભાગે ચપ્પુના ઘા મારી દીધા હતા.
અચાનક હુમલાથી ડરી ગયેલા રાહુલ ગોંડલિયાના અન્ય મિત્રો ત્યાંથી ભાગી ગયા હતા અને રાહુલ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો અને ઘટનાસ્થળે જ મોત થયું હતું. હત્યાના આ ગુનામાં ક્રાઇમ બ્રાંચની ટીમે રાહુલ હસમુખ ગોસ્વામી (ઉ.વ.૧૯), દીપ ઉર્ફે બાડો અરજણ છૈયા (ઉ. વ.૧૯) અને એક કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરની ધરપકડ કરી છે. અને રિમાન્ડ મેળવ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



