સુરત,તા.૨૫
સુરત શહેરના પોશ વિસ્તાર એવા વેસુ વીઆઈપી રોડ ખાતે થોડા દિવસો પહેલાં જ નવું ડ્રેનેજ નેટવર્ક નાખવામાં આવ્યું અને ત્યાર બાદ નવો મોડેલ રસ્તો સાકાર કરવામાં આવ્યો છે. આ કામ પાછળ પાલિકાનો કરોડોનો ખર્ચ કર્યો છે. જાકે, ડ્રેનેજ નેટવર્ક અને મોડેલ રસ્તો બની ગયા બાદ સમસ્યાઓ ઉદ્ધભવી છે કે, શ્યામ બાબા મંદિર પાસે છેલ્લા અઠવાડિયાથી ગટર ઉભરાવવાની શરૂઆત થઈ ગઈ છે ! મંદિરે દર્શન માટે આવતા દર્શનાર્થીઓ અને સ્થાનિકોએ ગંદા પાણીની દુર્ગંધથી ત્રસ્ત થઈ ગયા છે. અઠવા ઝોને ડ્રેનેજ નેટવર્ક નવું બનાવ્યું છે પરંતુ તેનો નિકાલ હજી જુના નેટવર્કમાંથી જ કરવામાં આવી રહ્યો હોઈ લાઇન ચોક-અપ થતી હોવાનું મૂળ કારણ જાણવા મળ્યું છે.
ડ્રેનેજ ખાતાના અધિકારીએ જણાવ્યું હતું કે, વીઆઈપી રોડ પર જીઈબી સ્ટેશન પાસે પાલિકા આ વિસ્તાર માટે નવું પંપિંગ સ્ટેશન સાકાર કરાઈ રહ્યું છે. તેના નિર્માણ બે મહિનામાં થઈ જશે. ત્યાર બાદ નવા ડ્રેનેજ નેટવર્કનાં જાડાણો તેમાં આપવામાં આવશે અને આ સમસ્યાનો ઉકેલ આવી જશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



