કૃભકો દ્વારા ટાઉનશીપ ગ્રાઉન્ડ પર બે દિવસીય વોલીબોલ ટુર્નામેન્ટ

0
17

ટુર્નામેન્ટમાં કૃભકોની ટીમ ફાઈનલ વિજેતા જાહેર
સુરત, તા.૨૬
૨૬મો કૃભકો કપ ઈન્ડસ્ટ્રીયલ ડાઈરેક્ટ અને ઈન-ડાઈરેક્ટ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કૃભકો ટાઉનશીપના વોલીબોલ ગ્રાઉન્ડ ખાતે તારીખ ૨૩ અને ૨૪મી માર્ચના રોજ રાખવામાં આવેલ. આ ટુર્નામેન્ટનું ઉદ્દઘાટન કૃભકોના પરિચાલન નિર્દેશક એમ.આર. શર્મા દ્વારા કરવામાં આવેલ. આ ટુર્નામેન્ટમાં કુલ ૨૪ ટીમોએ ભાગ લીધો હતો. જેમાંથી ડાઈરેક્ટ વોલીબોલ ટુર્નામેન્ટની ફાઈનલ કૃભકો અને જીએનએફસીની ટીમ વચ્ચે રમાયેલ. જેમાં કૃભકોની ટીમ ફાઈનલમાં વિજેતા થઈ હતી. ઈન ડાયરેક્ટ ટુર્નામેન્ટની ફાઈનલ વેસ્ટર્ન રેલ્વે અને વ્યાયામ શાળા પીજ વચ્ચે રમાયેલ. જેમાં વ્યાયામ શાળા પીજ વિજયી બની હતી.
કૃભકોના જનરલ મેનેજર વી.કે.સિંઘ દ્વારા વિજેતા ટીમને ટ્રોફી અને રોકડ રકમ એનાયત કરવામાં આવેલ. કૃભકો ટાઉનશીપના રહેવાસીઓએ મોટી સંખ્યામાં હાજર રહી ખેલાડીઓને પ્રોત્સાહન આપેલ. કૃભકો સ્ટાફ ક્લબ દ્વારા આ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવેલ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY