સુરત,તા.૨૬
સાયણ ગામે છત્રપતિ શિવાજી મહારાજની ૩૮૯ મી જન્મજયંતિ ની ઉજવણી કાર્યક્રમમાં સાયણ ગ્રામ પંચાયત ઉપસરપંચ અશ્વિન રમેશચંદ્ર ઠક્કર એ હાજરી આપી કાર્યક્રમની પુર્ણાહુતી સમયે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા નજીક પૂજામાં રાખેલી તલવાર હાથમાં લઈને મ્યાન માંથી ઉંધી તલવાર ખેંચવા સાથે જાહેરમાં જનમેદની વચ્ચે હાથમાં ઉંધી ખુલ્લી તલવાર પકડી તેવા ફોટા પડાવી તે ફોટા પોતાના ફેસબુક એકાઉન્ટ પર મુકવા સાથે અન્યરીતે પણ સોસીયલ મીડિયામાં ફરતા કર્યા હતા.જેથી ઓલપાડ કોંગ્રેસ સમિતીના મંત્રીએ ક્લેક્ટરમાં આચારસંહિતા અને જાહેરાનામા ભંગની લેખિતમાં ક્લેક્ટરને ફરિયાદ આપી હતી.
ઓલપાડ કોંગ્રેસ સમિતિના મંત્રીએ કહ્યું ચૂંટાયેલા પ્રતિનિધિ અને ગામના ઉપસરપંચ જન મેદની વચ્ચે જાહેરમાં હાથમાં ખુલ્લી તલવાર લઈને ફોટા પડાવી સોશિયલ મીડિયામાં મુકવા એ ખુબ જ ગંભીર બાબત છે, ત્યારે તે આ રીતે કરી શું સાબિત કરવા માંગે છે? અશ્વિન ઠક્કર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા લેખિત ફરિયાદ કરી છે તે છતાં જા તેના વિરૂદ્ધ કાર્યવાહી ન કરવામાં આવે તો હું તેને કાયદાકીય રીતે પણ પડકારીશ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



