ભોપાલ રોડ શોમાં હિન્દુત્વ કાર્ડ સાથે રાહુલ,કોંગ્રેસનું ચૂંટણી અભિયાન

0
6

ભોપાલ,તા.૧૭
ભોપાલ રોડ શોમાં રાહુલની શિવ ભક્તિના પોસ્ટર્સ અને કાર્યકર્તાઓના હાથમાં ગણેશજીની મૂર્તિએ સ્પષ્ટ કરી નાખ્યું છે કે ગુજરાત પછી મધ્ય પ્રદેશમાં પણ કોંગ્રેસ હિન્દુત્વના એજન્ડા સાથે ચૂંટણી લડશે. સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભોપાલમાં લાલઘાટીથી દશહેરા મેદાન સુધી ૧૩ કિલોમીટરનો રોડ શો કર્યો જે સાથે પાર્ટીના ચૂંટણી અભિયાનને પણ વેગ આપવામાં આવ્યો હતો.
રાહુલ બપોરે ૧ વાગ્યે ભોપાલ પહોંચ્યા હતા જ્યાં તેમને આવકારવા માટે કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયા હાજર હતા. કોંગ્રેસના રોડ શો પહેલાં પૂજા કરવામાં આવી હતી અને શંખનાદ સાથે રોડ શોની શરૂઆત કરવામાં આવી હતી. આ પહેલાં પાર્ટી કાર્યકર્તાઓએ સમગ્ર ભોપાલમાં રાહુલ ગાંધી અને બીજા કોંગ્રેસી નેતાઓના પોસ્ટરો લગાવ્યા હતા જેમાં રાહુલ ગાંધીના શિવ ભક્તિના પાસ્ટરો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
રાહુલના શિવ ભક્તિ પોસ્ટરના બેકગ્રાઉન્ડમાં કૈલાશ માનસરોવરની ફોટો રાખવામાં આવી હતી. જા કે પોસ્ટરોમાં દિગ્વિજય સિંહનો ફોટો ન હોવાથી પાર્ટીમાં ઘણી અટકણોએ વેગ પકડ્યો હતો. રાહુલ ગાંધી પહેલાં દિગ્વિજય સિંહે સમગ્ર પ્રદેશમાં નર્મદા યાત્રા યોજી હતી. તેમની એ યાત્રા માટે પણ માનવામાં આવતું હતું કે હિન્દુત્વનો સંકેત આપવા માટે કોંગ્રેસે આ યાત્રા યોજી હતી.
મધ્ય પ્રદેશમાં મુસ્લિમ સમુદાય અલ્પસંખ્યક છે આથી કોંગ્રેસે બહુમતી ધરાવતા મતદારોને આકર્ષવા માટે હિન્દુત્વ કાર્ડનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. નોંધનીય બાબત છે કે વિતેલા દિવસોમાં કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ હરિયાણાના એક કાર્યક્રમમાં નિવેદન આપ્યુ હતું કે અમારી પાર્ટીનું ડીએનએ પણ બ્રાહ્મણોનું છે. તેમના આ નિવેદનને સવર્ણોને લોભાવતું નિવેદન માનવામાં આવ્યું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY