સગા બાપે સગીર દીકરી પર દુષ્કર્મ આચરતા ખળભળાટ

0
8

સુરત,તા.૨૬
સભ્ય સમાજને શર્મસાર કરે તેવો કિસ્સો સુરતના અડાજણ વિસ્તારમાં નોંધાયો છે. અડાજણમાં રહેતા ૩૬ વર્ષીય રાજેશ સુરેશ મોરેએ પોતાની ૧૬ વર્ષની દીકરી પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદ અનુસાર રાજેશ મોરેએ ગત ૨૩મી મે ૨૦૧૮ના રોજ મરજી વિરુધ્ધ જબરદસ્તીથી બેડરૂમમાં ખેંચી જઈ શરીર સંબંધ બાંધ્યો હતો. આ વાતની જાણ દીકરીએ તેની માતાને કરતાં તેઓ દાદીને ત્યાં રહેવા જતાં રહ્યાં હતાં. ત્યારબાદ વળી ગત ૧૯મી માર્ચ ૨૦૧૯ના રોજ રાત્રીના બારેક વાગ્યાના સુમારે સૂતેલી દીકરી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. સાથે જ ફોન પર મેસેજ કર્યા હતા કે મમ્મીને જણાવતી નહી નહીંતર જાનથી મારી નાખીશ જેવી ધમકી આપી હતી. અડાજણ પોલીસે સમગ્ર મુદ્દે દુષ્કર્મની સાથે અન્ય કલમો નોંધીને તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY