ટ્રમ્પે હાલમાં જ ભારતના ગણતંત્ર દિવસ પર સામેલ થવાનું આમંત્રણ ફગાવ્યું છે ટ્રમ્પ વ્યસ્ત હોવાના કારણે ભારત પ્રવાસ માટે સમય નથી કાઢી શક્યા : વ્હાઈટ હાઉસ

0
10

વોશિંગ્ટન,તા.૩૦
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના ગણતંત્ર દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થવાનું આમંત્રણ ફગાવી દીધું છે. ટ્રમ્પના ના આવવા પર વ્હાઇટ હાઉસે સફાઇ આપતા કહ્યું હતું કે તે ઘણા વ્યસ્ત છે અને જાન્યુઆરીમાં ભારત પ્રવાસ માટે સમય કાઢી શકતા નથી.
મોદીના નિમંત્રણ પર ટ્રમ્પના નિર્ણય વિશે પૂછતા વ્હાઇટ હાઉસની પ્રવક્તાએ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ૨૬ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ ભારતના ગણતંત્ર દિવસ સમારોહના મુખ્ય અતિથિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નિમંત્રણ મેળવીને સન્માનિત લાગણી અનુભવે છે. જાકે તે પૂર્વ નિર્ધારિત કાર્યક્રમોના કારણે આ સમારોહમાં ભાગ લઈ શકવા અસમર્થ છે.
માનવામાં આવે છે ભારતના ગણતંત્ર દિવસ સમારોહ દરમિયાન ટ્રમ્પ અમેરિકી કોંગ્રેસના બંને સદનોમાં વાર્ષિક સ્ટેટ ઓફ યૂનિયન (એસઓટીયૂ)માં સંબોધન આપી શકે છે. સામાન્ય રીતે જાન્યુઆરીના અંતિમ સપ્તાહ કે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં આ સંબોધન હોય છે.
પ્રવક્તાએ કહ્યું હતું કે અમેરિકી રાષ્ટ્રપતિ અને મોદી વચ્ચે ઘનિષ્ઠ સંબંધો છે અને ટ્રમ્પ ભારત-અમેરિકાના સંબંધોને મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. રાષ્ટ્રપતિની બે બેઠકો તથા ફોર પર થયેલી ઘણી વાતચીતોના દ્વારા પ્રધાનમંત્રી મોદી સાથે ઘનિષ્ઠતા વધી છે અને તે અમેરિકા-ભારત ફૂટનીતિક ભાગીદારી મજબુત કરવા પ્રતિબદ્ધ છે. રાષ્ટ્રપતિ જલ્દી ફરી એક વખત પ્રધાનમંત્રી મોદીને મળવાની આશા રાખે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY