એસવીએનઆઈટીમાં પગાર નહીં મળતા ચોકીદારોની હડતાળ

0
13

૩૧ માર્ચે કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થતો હોય બે માસથી વેતન ચૂકવાયું નથી
સુરત, તા.૨૫
એસવીએનઆઈટી ખાતે સિકયુરિટી કોન્ટ્રાક્ટર દ્વારા ગાર્ડને છેલ્લા બે મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યો નથી અને ૩૧મી માર્ચના રોજ કોન્ટ્રાક્ટ પૂર્ણ થવાનો હોવાથી ૧૩૫ ગાર્ડ દ્વારા પગારની માંગમી સાથી આજથી હડતાળ શરૂ કરવામાં આવી છે.
એસવીએનઆઈટી દ્વારા કેમ્પસમાં સિક્યુરિટી માટે ઓનલાઈન કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. સૈનિક ઈન્ટેલીજન્ટ એન્ડ સિક્યુરિટી પ્રા.લિ. દ્વારા ભરવામાં આવેલ ટેનડર મંજુર થતા તા.૩૧-૩-૨૦૧૯ સુધી એક વર્ષનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. એસવીએનઆઈટીમાં એક સિફ્ટમાં ૪૩ ગાર્ડ મળી ૩ સિફ્ટમાં ૧૩૫ જેટલા ગાર્ડ સૈનિક ઈન્ટેલીજન્ટ સિક્યુરિટી પ્રા.લિ. દ્વારા તૈનાત કરવામાં આવ્યા છે. આ ગાર્ડને કોન્ટ્રાક્ટ દ્વારા ફેબ્રુઆરી ૨૦૧૯નો પગાર આજ સુધી ચૂકવાયો નથી. કોન્ટ્રાક્ટરને છેલ્લા ૧૫ દિવસથી રજૂઆત કરી પગારની માંગણી કરવામાં આવી રહી છે. કલેક્ટરના સુપરવાઈઝર એવુ કહે છે કે આગામી ૬ મહિના માટે કોન્ટ્રાક્ટ રીન્યુ થયો છે તમને પગાર મળી જશે. તમે શાંતિથી નોકરી કરો. સિક્યુરિટી ગાર્ડને જાણવા મળ્યું છે કે હાલનો કોન્ટ્રાક્ટર સૈનિક ઈન્ટેલીજન્ટનો કોન્ટ્રાક્ટ ૩૧મી માર્ચ ૨૦૧૯ના રોજ પૂર્ણ થઈ જવાનો છે અને નવો કોન્ટ્રાક્ટ મળવાનો નથી. આવી પરિસ્થિતિમાં ફેબ્રુઆરી અને માર્ચ મહિનાનો પગાર કોન ચૂકવશે તેવી પરિસ્થિતિ વચ્ચે આજથી સિક્યુરિટી ગાર્ડ દ્વારા હડતાળ શરૂ કરવામાં આવી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY