લાખ્ખો રૂપિયાના હિરા માલિકને સુપ્રદ કરનાર હેમંતભાઈ ભાવસારનું સન્માન
સુરત, તા.૨૭
ગત તા.૨૨-૦૩-૨૦૧૯ના રોજ હેમંત શંકરભાઈ ભાવસાર ઠાકોરદ્વાર સોસાયટી મીની બઝાર, વરાછા ખાતે કોઈ કામથી આવેલ અને તેમને ત્યાંથી હિરાના પાંચ પેકેટ મળેલ હતાં જે ગત રોજ તા.૨૬/૦૩/૨૦૧૯ના રોજ સુરત ડાયમંડ એસોસીએશનના પ્રુખ બાબુભાઈ ગુજરાતી, ઉપપ્રમુખ સાંતિભાઈ ધાનાણી, મંત્રી દામજીભાઈ માવાણી તેમજ હેમંતભાઈ શંકરભાઈ ભાવસાર જ્યાં સર્વિસ કરતાં હતાં તે કંપનીનાં પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં પેકેટના મૂળ માલિક અશોક ધામેલિયાને તેના હિરા સુપ્રત કરવામાં આવ્યા હતા.
સુરત ડાયમંડ એસોસીએશનના હોદ્દેદારોએ હેમંતભાઈને પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી સન્માન કર્યુ હતું. હિરાના પેકેટના માલિક અશોકભાઈ ધામેલિયા અને પ્રમુખ બાબુભાઈ ગુજરાતીએ રોકડ રકમ આપી હેમંતભાઈને પ્રોત્સાહિત કરેલ. અશોકભાઈ ધામેલિયા અને સૌ આગેવાનોએ હેમંતભાઈની કામગીરીને ખુબ બિરદાવી હતી. સહજાનંદ લેસર ટેકનો.ના એક સામાન્ય કર્મચારીની પ્રમાણીક્તાને સુરત ડાયમંડ એસોસીએશન બિરદાવે છે અને ખુબ ખુબ અભિનંદન પાઠવે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



