કાર્ડ ધારકોને રિટેલ ફોર્મેટમાં ઓફરનો લાભ
સુરત, તા.૨૭
કમર્શિયલ હેતુથી કાર્ડ જારી કરનારી વિશ્વની સૌથી મોટી કંપની અમેરિકન એક્સપ્રેસે ભારતના અગ્રણી મલ્ટીફોર્મેટ રિટેલ કંપની ફ્યુચર રિટેલની સાથે મળીને પોતાના કાર્ડધારકો માટે ‘એક્સ્લુઝિવ પ્રોગ્રામ’ રજૂ કર્યો છે. આ ઓફર બિગ બાઝાર, ફૂડ બજાર, હોમ ટાઉન, ઈઝોન, એફબીબી, હાયપર સિટી, ફૂડહોલ સેન્ટ્રલ અને બ્રાન્ડ ફેક્ટરી સહિત દેશભરમાં ફ્યુચર રિટેલની તમામ રિટેલ દુકાનોમાં લાગુ છે. આ ઓફર માટે નામાંકન કર્યા પછી કાર્ડધારક પોતાની લેવડદેવડ પર ફ્લેટ રેટ (૩-૨૦ ટકા) પર બચત કરી શકે છે. ફ્યુચર રિટેલના હાઈપરમાર્કેટ, સુપરમાર્કેટ અને હોમ સેગમેન્ટ રિટેલ ફોર્મેટ દેશભરમાં ૩૫૦થી વધુ શહેરોમાં છે અને અહીં દર વર્ષે લગભગ ૫૦ કરોડ ગ્રાહક આકર્ષિત થાય છે.
આ ઓફર અંગે કંપનીના ઉપાધ્યક્ષ (ગ્લોબલ મર્ચન્ટ સર્વિસીઝ) અનુરાગ ગુપ્તાએ કહ્યું હતું, ‘ફ્યુચર રિટેલની સાથે તેમની તમામ રિટેલ ઓફર માટે આ ભાગીદારીથી અમને અમારા કાર્ડધારકોની આવશ્યકતાઓને પૂરી કરવામાં મદદ મળશે. અમે આ ચાર મહાનગરો ઉપરાંત અમદાવાદ, વડોદરા અને સુરતમાં વૃદ્ધિની જોરદાર સંભાવના જોઈ છે અને આ શહેર અમારા કારોબાર માટે વૃદ્ધિના કેન્દ્ર તરીકે પણ ઉભરી રહ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





