સુરત, તા.૨૮
એ-ઝોન સુરત શહેર હોમગાર્ડ્ઝ યુનિટ ખાતે કંપની ક્વાટર્સ માસ્ટર દિપકકુમાર કાનજીભાઈ મિઠાર લાંબા સમયથી હોમગાર્ડઝ ફરજા બજાવતા આવેલ છે.
તાજેતરમાં કમાન્ડર જનરલ ગુ.રા. અમદાવાદï દ્વારા લેવાયેલ પ્લાટુન કમાન્ડર રેન્કની પરીક્ષામાં રાજ્ય કક્ષાએ સફળ થતા તેઓને સુરત શહેર હોમગાર્ડ કમાન્ડર તરીકે ૧-૩-૨૦૧૯ના રોજ બઢતી મળેલ છે.
જેઓનું તા.૧૦-૦૩-૨૦૧૯ના રવિવારï દિને સુરત શહેરના હોમગાર્ડઝ જવાનો તથા જિલ્લા પદાધિકારીઓએ સહર્ષ વધાવીનેï તેમને પુષ્પગુચ્છïથી બહુમાન કરવામાં આવ્યું હતું. અને અભિનંદન પાઠવ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



