વલસાડ, તા.૨૮
ગુજરાત તિજારી નિયમો-૨૦૦૦ના નિયમ-૩૦૫થી મળેલી સત્તાની રૂએ જિલ્લા કલેક્ટર સી.આર.ખરસાણે વલસાડ જિલ્લાની તિજારી અને પેટા તિજારી કચેરી તથા જિલ્લામાં આવેલી ભારતીય સ્ટેટ બેંક અને બેંક ઓફ બરોડાની તમામ શાખાઓ તથા ચેકોની લેવડદેવડ કરતી સંબંધિત બેકો તા.૩૦/૩/૨૦૧૯ને શનિવારના રોજ સરકારી બીલો અને હાઇવેલ્યુના ચેકોનું ક્લીયરન્સ તથા સંપૂર્ણ પેમેન્ટ પૂર્ણ ન થાય ત્યાં સુધી ખુલ્લી રાખવા જણાવ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




