મહિધરપુરાની ઓફિસમાં આવેલા મુંગા વ્યક્તિએ રૂ.બે લાખના હીરા તફડાવી લીધા
સુરત, તા.૨૮
શહેરમાં ચોરીના બનેલા ત્રણ બનાવમાં રૂ.૩.૮૫ લાખની મતા ચોરાઈ હતી.
વરાછા જગદીશનગર રિદ્ધિ ફેશન નામના એમ્બ્રોડરી કારખાનામાંથી અજાણ્યા વ્યક્તિએ મધર બોર્ડ, ડ્રાઈવર બોક્ષ, ડિવાઈઝ કાર્ડ મળી કુલ રૂ.૧.૩૫ લાખની મતા ચોરી કરી ગયા હતા. કારખાના માલિક શૈલેષ પાંચાભાઈ વળીયાએ વરાછા પોલીસ સ્ટેશને ફરિયાદ નોધાવી હતી.
મહિધરપુરા જદાખાડી હિન્દુસ્તાન ડાયમંડ સેન્ટરમાં આપેલ રોનક જેમ્સ નામની ઓફિસમાં આવેલા મુંગા વ્યક્તિએ ફાઈલ અને કાગળોની આડસમાં રૂપિયા બે લાખના હીરા તફડાવી લીધા બાદ સહાય માટે પૈસાની માંગણી કરી ચાલ્યો ગયો હતો. ઓફિસના માલિક રોનક ધીરજ વોહેરાએ મહિધરપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોîધાવી હતી.
ત્રીજા બનાવમાં નાનપુરા ૠષિકેશ ત્રિવેણી એપાર્ટમેન્ટના ગેટ પાસે વેપારી અનિલભાઈ હીરાલાલ શાહની બેગ અજાણ્યો વ્યક્તિ તફડાવી ગયો હતો. આ બેગમાં રોકડા રૂપિયા ૫૦ હજાર તથા ચેકબુક, એલઆઈસીની રસીદો હતી. અઠવા પોલીસ સ્ટેશને અનિલભાઈ શાહે અજાણ્યા વ્યક્તિ સામે ફરિયાદ નોધાવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




