જોબવર્ક માટે લીધેલો ૨૦ લાખનો માલ લઈ એમ્બ્રોયડરી કારખાનેદાર છુમંતર

0
8

છેતરપિંડી કરનારે કારખાનું પણ બંધ કરી દીધું
સુરત, તા.૨૮
એમ્બ્રોયડરી વર્ક કરવા માટે રૂપિયા ૨૦ લાખની કિંમતના શુટ-ડ્રેસ મટીરિયલ્સ લઈ જઈ પરત કરવાને બદલે વેપારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
ખટોદરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ભટાર રોડ મંગલદીપ એપાર્ટમેન્ટમાં રહેતાં વેપારી અશોક મોહનલાલ કોઠારીએ આરોપી પટેલ હિમાંશુ મગનભા (દેવ ક્રિએશન ગઢપુર ટાઉનશીપ કઠોદરા, કામરેજ) વિરૂદ્ધ ફરિયાદ નોîધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી હિમાંશુ પટેલ ફરિયાદી પાસેથી એમ્બ્રોયડરી વર્ક કરવા માટે રૂપિયા ૨૦ લાખનું શૂટ મટીરિયલ્સ લઈ ગયા બાદ માલ પરત નહીં આપી માથાકૂટ કરશો તો જાનથી મારી નાંખવાની ધમકી આપી ખાતુ બંધ કરી નાસી ગયો હતો. ખટોદરા પોલીસે ફરિયાદ નોîધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY