સુરત,તા.૨૮
પુણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં આર એમ વાળા નામના પ્રોબેશનલ પીએસઆઈ રિક્ષાવાળાના હાથે લાંચ લેતા રંગે હાથ એસીબીના છટકામાં ઝડપાયાં હતાં. ફરિયાદીની ફોર વ્હિલર કાર ઈન્નોવા થોડા દિવસો અગાઉ ચોરાઈ ગયા બાદ બિનવારસી મળી આવી હતી. આ કારને પરત આપવા માટે પીએસએઆઈ દ્વારા ૫૦ હજારની લાંચ માંગવામાં આવી હતી.
લાંચની રકના ૨૦ હજાર ફરિયાદી પુણા પોલીસ મથકે લઈને પહોંચ્યા હતાં. ત્યારે પીએસઆઈએ લાંચની રકમ રીક્ષાવાળા સંતોષ રામચંદ્ર જયસ્વાલને આપવા કહ્યું હતું. જેથી ફરિયાદી રિક્ષાવાળાને લાંચના ૨૦ હજાર રૂપિયા આપ્યા હતાં. બાદમાં એસીબી પીઆઈ સરવૈયાએ રિક્ષાચાલક અને પીએસાઈને રંગહાથ ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




