મહેમાનોને બહાર પાર્કિંગ કરવા બદલ ૧૦૦થી વધુ સોસાયટીને નોટીસ

0
12

સુરત,તા.૨૮
કાયદાકીય જાગવાઇ મુજબ કોઈ પણ સોસાયટીના સંચાલકો મહેમાનોએ પોતાનાં વાહનો બહાર પાર્ક કરવા તેવાં બોર્ડ લગાવી શકે નહીં. આમ છતાં શહેરના વિવિધ વિસ્તારોમાં આવાં બોર્ડ કેટલીક સોસાયટી બહાર લગાડાયાં છે આ વાતને ધ્યાને લઈ શહેર ટ્રાફિક પોલીસે ખાસ ઝુંબેશ હાથ ધરી છે. આવી સોસાયટીઓ શોધી બોર્ડ દૂર કરાવ્યાં હતાં અને નોટીસ આપી હતી. આ રીતે શહેરભરની ૧૦૮ જેટલી સોસાયટીમાંથી બોર્ડ દૂર કરાવી નોટીસ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
તાજેતરમાં પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં મળેલી માર્ગ સલામતી કમિટીની બેઠકમાં આ પ્રશ્ન ચર્ચાયો હતો. પરિણામે પોલીસ કમિશનર સતીશ શર્માએ આકરું વલણ અપનાવી આવાં બોર્ડ દૂર કરવા ટ્રાફિક પોલીસને આદેશ કર્યો હતો. જેના આધારે ટ્રાફિક પોલીસની અલગ અલગ ટીમ કામે લાગી હતી અને શહેરભરમાં આવી સોસાયટીઓ શોધવા લાગી હતી. દરમિયાન આવી કુલ ૧૦૮ સોસાયટી ટ્રાફિક પોલીસને મળી હતી. જે તમામ જગ્યાએથી બોર્ડ દૂર કરાવ્યા હતા. અને તમામ સોસાયટીઓને નોટીસ આપવામાં આવી હતી. હજુ પણ પોલીસ આ કામગીરી ચાલું રાખશે. અને જા હવે કોઈ આવા બાર્ડ લગાવશે તો કાયદેસરની કતાર્યવાહી કરવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY