બારડોલીના કીકવાડ ગામે વાહન અડફેટે સાયકલ સવારનું મોત

0
7

સાયકલ ચાલક આધેડનું ઘટના સ્થળે મોત
સુરત, તા.૨૯
બારડોલી તાલુકાના કીકવાડ ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે સાયકલ સવારને ટક્કર મારી ઘટના સ્થળે મોત નીપજાવી ફરાર થઈ ગયો હોવાનો બનાવ બારડોલી પોલીસ મથકમાં નોîધાયો હતો. પોલીસે ફેટલનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બારડોલી તાલુકાના કીકવાડ ગામના ઝુંપડામાં રહેતી વનિતાબેન ભીલે બારડોલી પોલીસ મથકમાં નોîધાવેલી એક પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે ૪૪ વર્ષના પતિ સાજનભાઈ મગનભાઈ ભીલ ૨૮મી માર્ચના રોજ વહેલી સવારે ૫ કલાકે પોતાની સાયકલ પર નવી કીકવાડ ગામ ખાતેથી પસાર થતા હતા. ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારી શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોચાડી ફરાર થઈ ગયો હતો. બારડોલી પોલીસે પત્નીની ફરિયાદ નોîધી ફેટલïનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY