લોસ એન્જલ્સ,તા.૨૯
યુવાનીમાં પદાર્પણ કરી રહેલા અભિનેતા ડેનિયલ રેડક્લીફે કહ્યું હતું કે હેરી પોટર ફિલ્મ સિરિઝે મને રાતોરાત દુનિયાભરમાં જાણીતો કરી દીધો હતો.
‘મારા માટે આ સિરિઝ વરદાન રૂપ બની ગઇ હતી. આજે પણ મને લોકો જુએ એટલે તરત હેરી પોટરની વાત કરવા માંડે છે. એ સિરિઝે નાના મોટા સૌને ઘેલાં કર્યાં હતાં. એક આખી પેઢી હેરી પોટર સાથે મોટી થઇ એ મારા માટે ગૌરવની વાત છે. હું પોતે પણ એ પાત્રને હજુ સુધી ભૂલી શક્્યો નથી’ એમ ડેનિયલે કહ્યું હતું.
તેણે ઉમેર્યું હતું કે મને અચાનક આવીને કોઇ કહે કે તું અમારા બાળપણનો ભેરુ હતો ત્યારે મને એટલું સારું લાગે છે કે પૂછો ન વાત. એક કાલ્પનિક પાત્ર કરતી વખતે હું એક પેઢીના લોકોના હૈયામાં વસી ગયો હતો એ જેવી તેવી વાત ન ગણાય. મારા માટે પણ હેરી પોટર સદા યાદગાર બની રહ્યો છે. એ ફિલ્મો ક્્યારેક નવરાશની પળે જાઉંં ત્યારે મને મારું પોતાનું બાળપણ યાદ આવી જાય છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



