દિકરીના લગ્ન યુવક સાથે કરાવવા બળજબરી
સુરત, તા.૨૯
સચીન જીઆઈડીસી સાતવલ્લા ઝુંપડપટ્ટીમાં પરિણીતાના છોકરાને ઉપાડી જવાની ધમકી આપી લગ્ïન કરવા દબાણ કરનાર સામે આઈટી એક્ટ અન્વયે સચીન જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોધાઈ હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સચીન જીઆઈડીસી સાતવલ્લા ઝુંપડપટ્ટીમાં રહેતો જગદીશસિંહ ઓમપ્રકાશ રાજબંસી ઠાકુરે ફરિયાદી સાથે ઝઘડો કરી લગ્ન કરવાનું દબાણ કરી લગ્ન નહીં કરશે તો છોકરી ઉઠાવી જવાની ધમકી આપી ફોટાઓ વાઈરલ કરી ફરિયાદીને બદનામ કરવાની ધમકી આપી હતી. પોલીસે ઈપીકો કલમ ૫૦૬ (૧) (૨) તથા આઈટી એક્ટ ૨૦૦૦ની ૬૭ મુજબનો ગુનો દાખલ કરી પોઈ એમ.વી. બત્તુલે તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



