વેસુની બાંધકામ સાઈટ પર ચોરી થઈ
સુરત, તા.૨૯
શહેરમાં ચોરીના બે બનાવોમાં રૂ.૩.૦૭ લાખની મતા ચોરાઈ હતી.
પ્રથમ બનાવમાં ઈચ્છાપોર ગામ આથમણો મહોલ્લાના મકાન નં.૪૭૪માંથી અજાણ્યા તસ્કરોએ રોકડા રૂ.૯૦,૦૦૦ સોના ચાંદીના ઘરેણાં તથા પડોશી કાકા રમેશભાઈના ઘરમાંથી મંગળસૂત્ર, રોકડ મળી કુલ રૂ.૧.૬૩ લાખની મતા ચોરી કરી ગયા હતા. બનાવ અંગે મેહુલ મોહનભાઈ પટેલે ઈચ્છાપોર પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી.
બીજા બનાવમાં વેસુ જાલી પાર્ટી પ્લોટ સામે નવી બંધાતી સાઈટ પરથી ત્રણ અજાણ્યા વ્યક્તિએ ઈલેક્ટ્રીક વાયરો અને મીટર મળી કુલ રૂ.૧.૪૪ લાખની મતા ચોરી કરી ગયા હતા. આ બનાવ સંદર્ભે તેજસ રમેશભાઈ પટેલે ઉમરા પોલીસ મથકે ફરિયાદ નોîધાવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



