બોલો..ઉત્તરપ્રદેશમાં યુવાનને ઘરનું વિજળી બિલ ૨૩ કરોડ રૂપિયા આવ્યુ..!!?

0
5

યુવાને તેના ઘરમાં ૧૭૮ યુનિટનો જ વપરાશ કર્યો છે
લખનૌ,તા.૨૪
ઉત્તરપ્રદેશ વિદ્યુત વિભાગની એક મોટી ગેરરીતિ સામે આવી છે. થયું એવું કે વિભાગ (યુપી ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટ)એ યુવાનને તેના ઘરમાં વપરાતી વીજળી માટે રૂ. ૨૩ કરોડનું બિલ આપ્યું છે. ખાસ બાબત એ છે કે વિભાગ (યુપી ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટ) એ તેના બિલમાં સ્પષ્ટ રીતે લખ્યું છે કે એટલા સમયમા યુવાને એનાં ઘરમાં ૧૭૮ યુનિટનો વપરાશ કર્યો છે.
આ સમગ્ર કેસ ઉત્તર પ્રદેશના કન્નોજ જિલ્લાનો છે. પીડિત અબ્દુલ બાસિતે આ બાબતની ડિપાર્ટમેન્ટમાં ફરિયાદ પણ કરી છે. અબ્દુલ બાસિતે કહ્યું કે મને લાગે છે કે યુપી વીજળી વિભાગે મને સમગ્ર ઉત્તર પ્રદેશનું સંપૂર્ણ બિલ આપી દીધુ છે. બાસિતે કહ્યું કે જો હું મારી સંપૂર્ણ ઉંમરમાં પણ ડિપાર્ટમેન્ટને મારી કમાણી આપવાનું ચાલુ રાખીશ તો પણ મરી જાવ ત્યાં સુધી બીલ ચૂકવી શકીશ નહીં.
આ વિભાગે બાસિતને રૂ. ૨૩,૬૭,૭૧,૫૨૪ નું બીલ આપ્યું છે. બિલ વિશિષ્ટ ઇન્ટરવ્યૂમાં વીજળી વિભાગ ઈદનેર અહેમદે કહ્યું છે કે અમે ટૂક સમયમાં જ બીલને ઠીક કરી આપશું. રીડિંગમાં કેટલીક ખામી આવવાને કારણે આવી બિલની ગરબડી થઈ છે. અમે એકવાર તેમના ઘરના રિડીંગની તપાસ કરીશું અને તેમને તેમના આધારે નવું બિલ આપવામાં આવશે. આ પહેલાં, છત્તીસગઢમાં એક આવો જ કેસ આવ્યો હતો. જ્યાં વીજળી વિભાગે રૂ. ૭૫ કરોડનું બિલ મોકલી દીધું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY