દક્ષિણ ગુજરાતમાં કાળઝાળ ઉનાળો સુરતમાં તાપમાન ૪૧ ડીગ્રી નજીક

0
14

હજુ પણ એક બે દિવસ તાપમાનમાં વધારો થવાની શક્યતા
સુરત, તા.૨૯
સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત રાજ્યમાં અધિકતમ તાપમાનનો પારો ૪૦ ડિગ્રી વટાવી ગયો છે. શહેરીજનોને બપોરના સમયે આકરા તાપનો સામનો કરવાની ફરજ પડી રહી છે. આગામી એક બે દિવસ દરમ્યાન ગરમીનો પારો નજીવો ઘટે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકતમ તાપમાન ૪૦.૬ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૨૩.૪ ડીગ્રી નોîધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૪૮ ટકા અને હવાનું દબાણ ૧૦૧૨ મિલીબાર નોધાયું છે. શહેરમાં સવારથી જ ઉત્તર દિશાથી કલાકના ૬ કિલોમીટરની ઝડપે ગરમ પવન ફુંકાઈ રહ્યુ છે. ગતરોજની સરખામણીએ આજે વધુ ગરમીનો અનુભવ થઈ રહ્ના છે.
નવસારીમાં આજે અધિકતમ તાપમાન ૪૦ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૧૬.૫ ડીગ્રી નોîધાયું છે. વલસાડમાં આજે અધિકતમ તાપમાન ૩૭.૯ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૧૯.૧ ડીગ્રી નોîધાયું છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ૪ દિવસથી ગરમીનો પારો સતત ૪૦ ડીગ્રીની આસપાસ રહેતા બપોરના સમયે અસહ્ના ગરમીનો અનુભવ થઈ રહ્ના છે. આવતીકાલથી પવનની દિશા બદલવાની સાથે ગરમીમાં આંશિક રાહત મળે તેવી શક્યતા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY